રેહાના ફિલ્મ અને ગોટી ફિલ્મ પ્રોડક્શન હાઉસ હેઠળ અને કિશોર ગોટી દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ "દીકરી છે મહાન"ની શૂટિંગ વડોદરા ના રમણીય લોકેશન પર થઈ રહ્યું છે.રેહાના ફિલ્મ અને ગોટી ફિલ્મ પ્રોડક્શન હાઉસ ની જોડીએ ઘણી બધી પારિવારિક ફિલ્મો નું નિર્માણ કર્યું છે.


નારી પ્રધાનતા ને દર્શાવતી આ ફિલ્મ મા નારી ને નીડર બની પોતાની અને સમાજ ની રક્ષા કરવાની વાર્તા દર્શાવવા મા આવી છે.


દેશ અને સમાજ નું દુર્ભાગ્ય છે કે સ્ત્રી કેટલી પણ ભણેલી હોય અને કોઈ પણ હોદ્દા પર હોય,પોલીસ અધિકારી હોય,શિક્ષિકા હોય કે પછી ઘર કામ કરવા વાળી સામાન્ય સ્ત્રી..આજ ની હાઇટેક યુગમાં પણ સ્ત્રીઓ ને પોતાની આબરૂ તથા માન સન્માન માટે સંઘર્ષ કરવો પડે છે.

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર આખી દુનિયા સમાજમાં સ્ત્રી ના શ્રેષ્ઠ યોગદાન બદલ આભાર વ્યક્ત કરતું જોવા મળે છે. પણ એ જ દિવસે ક્યાંક ને ક્યાંક સ્ત્રી નું બળાત્કાર,છેડતી, ગૃહકલેસ ના કેસો પણ કરવા મા આવે છે.


કેશવ રાઠોડ દ્વારા લિખિત આ ફિલ્મ મા સમાજ માં રહેતા આવા દુરાચારિયીઓ,ભ્રષ્ટાચારીઓ,ગુંડાઓ ની સામે અડીખમ રહી ને સંઘર્ષ કરતી નારી જોવા મળશે.


ફિલ્મ ના કલાકારો :આશા પંચાલ ની અનોખી અદાકારી,મોની પટેલ (ડબલ રોલમાં) નું સંઘર્ષ, રાજુ ઝવેરી મા એક પિતા ની મહાનતા,રશ્મિકા ઉપાધ્યાય ની ગંભીરતા, આકાશ ભીલ નું દમદાર અભિનય,નવઘણ ભરવાડ ના દર્શકોના મન મસ્તિષ્ક પર છાપ છોડે એવા ડાયલોગ,પરેશ ભટ્ટ ની ખતરનાક વિલન તરીકે ભયભીત કરનારી એન્ટ્રી,આર.કે.શિલુ ના ભ્રષ્ટાચારી મંત્રી ના ભાવ,સંતોષ ત્રિપાઠી ની આધીનતા, રિત્વિક મકવાણા ની સ્ટંટમેન જેવી ફાઇટ,વિરાજ સોલંકી ની હાસ્ય ની રમઝટ,કૌશિકા ગોસ્વામી ની મમતા,મધુકર જોશી નો દમદાર અભિનય,દૃષ્ટિ શાહ નું સાહસ,વિશ્વજીત ગરિયા,અરવિંદ પરમાર ની વિવશતા જોઈ દર્શકો ને આનંદ મળશે.






પ્રોડક્શન ની જવાબદારી આર.કે. શિલુ એ સફળતા પૂર્વક નિભાવી હતી. 
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેમેરામેન તરીકે બહોળો અનુભવ ધરાવતા કેમેરામેન રાજુ જામ અને નરેશ ભાલીયા ના એક એક કેમરા એંગલ થી લીધેલા દૃશ્યો દર્શકો ના મન મોહી લેશે.

ફિલ્મ મા રાજેશ નરે ના કર્ણ પ્રિય ગીત સંગીત સાંભળી દર્શકો મંત્રમુગ્ધ થઈ જશે.

ફાઇટ માસ્ટર સકીલ ખાન દ્વારા તૈયાર કરેલ ફાઇટ ના રોમાંચક સ્ટંટ દર્શકો ને સાઉથ ની ફિલ્મો યાદ અપાવશે.




વધુ વિગત માટે ફિલ્મ રીલીઝ થવાની રાહ જોવી પડશે.