પ્રિય ગુજરાતી ફિલ્મ જગત નાં કસબીઓ/ નિર્માતાઓ / કલાકારો.. અને અમુક ગુજરાતી ફિલ્મ સાથે નહાવા નિચોવા નો સંબંધ નહી ધરાવતા વિશેષ વ્યક્તિઓ ... 

• નિર્માતાઓ... પહેલી વાત કે જો તમે ગુજરાતી  ફિલ્મ માત્ર સબસીડી ની ઝંખના સાથે બનાવતા હો તો તમે મુર્ખ નહિ મહા મુર્ખ છો... કારણ કે સરકાર તમને તમારી ફિલ્મ ની ગુણવત્તા પ્રામાણે ક્યારેય સબસીડી નહિ આપે.. જો તમને કોઈ માનદ એવોર્ડ માં સ્થાન મળે તો જખ મારી ને આપશે.. બાકી રામ..રામ..

• કારણો કોઈ પણ મળશે..... કમિટી માં સદગત મેમ્બેરો હતા.. કમિટી માં અનુભવી લોકો નહોતા.. ખાસ અને અગત્ય નું કારણ કમિટી માં હું નહોતો (?)... ૯૦% ગુજરાતી ફિલ્મ જગત નાં લોકો નું માનવું છે કે મને કમિટી માં સ્થાન મળવું જોઈએ.. ભલે મેં એક જ ફિલ્મ બનાવી હોય અને મારા કોન્ટેક્ટ થ્રુ હું કોઈ મોટા એવોર્ડ ફંક્શન માં ઇનામ લઇ આવ્યો હોઉં...ઘણા એવા હોઈ પણ શકે નવી કમિટી માં પણ એ પ્રશ્ન અગત્ય નો નથી તમે ગુજરાતી ફિલ્મ બનાવી એ મહત્વ નું છે. 

• સાચી હકીકત એ છે કે સરકાર સબસીડી આપવા જ નથી માંગતી.. (જેને જે તોડવું હોય એ તોડી લે આ સનાતન સત્ય છે.. જ્યારે શ્રી હિતુભાઈ કનોડિયા એક સન્માનિત એવોર્ડ ફંક્શન માં જવાના હતા એ પહેલા નવી સબસીડી ની નીતિ નો લોલીપોપ આપ્યો.. અને ૧૯ જેટલી (વ્યાજબી કારણ વગર) રીજેક્ટ થયેલી ફિલ્મો ને ૫ – ૫ લાખ નાં પપલુ પકડાવ્યું.. (આ ફિલ્મો શું કામ રીજેક્ટ થઇ .. કેમ એમને જોઈતા ગુણ નાં મળ્યા એ પ્રશ્નો કોઈએ પૂછ્યા નહિ... અને પૂછયા તો સરકાર પાસે જવાબ આપવા નો સમય નથી.. ખરેખર એમના આર.ટી. આઈ. નાં જવાબ પ્રમાણે સ્ટાફ નથી).. તો શું કામ આવા વગર કારણ નાં ફતવા મુકો છો સાહેબ.. ??? આવું સરકાર ને પૂછો... 

• છતા આદત મુજબ સરકારે લોલીપોપ વહેચવાનું ચાલુ રાખવા એક નવી કમિટી બનાવી જે હવે થી ફિલ્મો નું મૂલ્યાંકન કરશે.. એમાં ઘણા સરકાર નાં ખુબ નજીક નાં પણ સાવ નકામાં કહી શકાય એવા  વિશેષ વ્યક્તિઓ  ને બાકાત રાખ્યા..(સરકાર પણ સમજી ગઈ કે જે એની રોટલી નો નાં થયો એ આપડો શું થવાનો).. એવા  વિશેષ વ્યક્તિઓ જેમણે લગભગ છેલ્લા પાંચ વર્ષ માં એક પણ ફિલ્મ બનાવી નથી.. કે ફિલ્મ જગત સાથે વાહ વાહ લેવા અને સરકારી કોન્ટ્રકટ પર કામ કરી પૈસા કમાવા અને મુખ્ય મંત્રી સાથે પ્રીતિ ભોજ લેવા અને ફોટા પડાવ્યા સિવાય કોઈ કામ નથી કર્યું એવા ને કે એમના મળતિયાઓ ને સ્થાન મળ્યું નહિ એટલે હો.. હો.. અન્યાય.. અન્યાય.. કરી બુમો પાડવા લાગ્યા. 

• અને દુ:ખ તો એ વાત નું થયું કે કેટલાક સેન્સીબલ (જવાબદાર કહી શકાય એવા  લોકો એ પણ એ  વિશેષ વ્યક્તિઓ ઓ નાં શબ્દો જેમ હતા એમ પોતાના લેખો માં છાપ્યા.. (???).. આજ સુધી સરકાર નાં ખોળે બેસી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નો ઘોર ખોદનારા ને બળ આપ્યું !!?? 

• પરેશ રાવલ, જે.ડી. મજેઠીયા, શર્મન જોશી, વિપુલ શાહ, સંજય છેલ, વીજુ શાહ, રોબીન ભટ્ટ..ફલાણા-ફલાણા – ઢીકણા – ઢીકણા ... કોણ જાણે કેટલાય માત્ર ગુજરાતી મૂળ નાં પણ જેમને હાલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે નહાવા નિચોવા નો સંબંધ નથી એવા મોટા-મોટા નામ કેમ કમિટી માં નથી એવા વાહિયાત પ્રશ્નો પૂછ્યા.. એમાંના અમુક ફલાણા ફલાણા ને જરા ફોન કરી પૂછો તો ખરા છેલ્લે કયું ગુજરાતી ફિલ્મ જોયું ? કે ગુજરાતી ફિલ્મ નિર્માતા નાં સીમિત બજેટ માં કામ કરવા તૈયાર થયા !!?? (હું ગુજરાતી છુ.. ગુજરાતી માટે પૈસા નહિ જોવું એવું બોલનારા કેટલા ??) કે એમને જો સમિતિ માં સમાવે તો એ લોકો પાસે એટલો સમય છે કે એક ફિલ્મ નાં રીવ્યુ માટે ગાંધીનગર આવી શકે !!??


અને આ  વિશેષ વ્યક્તિઓ નાં પોતાના હિતો ની જાળવણી માટે નવી સમિતિ સામે ઉભા કરાયેલા પ્રશ્નો માં મૂળ પ્રશ્નો દબાઈ ગયા...!!! (મારા માટે દુખ:દ) શું કમિટી નાં નીમાયેલા સભ્યો જેવા કે...

o નરેશભાઈ કનોડિયા

o હિતુભાઈ કનોડિયા 

o હરસુખભાઈ પટેલ 

o જય વસાવડા 

o સંદીપ પટેલ (લવ ની ભવાઈ)

o મનીષ સૈનિ (કોઈ લાગવગ વગર નેશનલ એવોર્ડ મેળવનાર ફિલ્મ “ઢ” નાં સર્જક)

o કેશવ રાઠોડ 

o અંકિત ત્રિવેદી 

o પરેશ વોરા (બેન્ચમાર્ક ફિલ્મ “રેવા” નાં સર્જક)

o કૃષ્ણદેવ યાજ્ઞિક (કોણ નથી ઓળખતું???) 

o રાહુલ ભોલે 

o કેતન મહેતા 

o મનોજ જોશી  

o ગોપી દેસાઈ 

o જૈમીનીબેન ત્રિવેદી 

o ગૌરાંગ વ્યાસ 

o કીર્તીદાન ગઢવી 

o મૌલિક વ્યાસ 

o મનું ઝાલા 

નામ અઢળક છે આખું સરકારી લીસ્ટ જોઈ લો... પણ એમાં હું નથી કે મારો મળતિયો (?).. નથી એટલે વિરોધ.. વિરોધ..વિરોધ......!!!! હવે તમે શું એવું ઈચ્છો છો કે કમિટી માં દરેક હોય ??? (મારા માટે ૬૦% એક્ટીવ લોકો છે) શક્ય છે ?? કે પછી તમને આવા ખરેખર ફિલ્મ જગત નાં તાત કહી શકાય કે ગુજરાતી ફિલ્મ જગત નું ભવિષ્ય કહી શકાય એવા લોકો પર ભરોસો નથી ??? 

• કદાચ કોઈ નામ જ્યારે લખાયું ત્યારે તેઓ હયાત હતા અને ડીકલેર થયું ત્યારે નથી. એ કોઈ નાં હાથ માં છે ??? જે વાત નો ઈશ્યુ નાના મોટા અખબારો કે ચોપાનીયાઓ ઉપરાંત મુંબઈ સમાચાર જેવા નામાંકિત અખબારે મચાવ્યો !!! (???) શું આ યોગ્ય છે ??? (સરકારે કૈક પોઝીટીવ કર્યું એનો આનંદ માણો હાલ પુરતો...)      

• સરકાર ને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નાં સર્વાઈવલ હા સાચું સમજ્યા સર્વાઈવલ માટે જરૂરી પ્રશ્નો પૂછવાનું બાજુ એ મૂકી અમુક  વિશેષ વ્યક્તિઓ  નાં નામ નથી એની દાઝ કાઢવા એમનો હાથો બનવાનું છોડો... 

• સરકાર ને પૂછો ... આ કમિટી દ્વારા પાસ થનારી ફિલ્મો ને સબસીડી કેટલા દિવસ/મહિના/વર્ષ  માં મળશે ?? કે ખાલી ઈલેકશન નાં વર્ષ માં લહાણી સ્વરૂપે ગોતી-ગોતી ને ચેક વહેચવામાં આવશે ... ??? 

• સરકાર ને પૂછો ... કેમ જે ૧૯ રીજેક્ટ (??) થયેલી ફિલ્મો ને ૫ – ૫ લાખ નો લોલીપોપ આપેલો એ ચૂસવા નથી મળતો ???

• સરકાર ને પૂછો ... ક્યારે સિનેમાવાળા ગુજરાતી ફિલ્મો ને સર્વિસ ચાર્જ મુક્ત કરી સારા સમય નાં શો આપશે ?? (જી.એસ.ટી. પછી ફિલ્મ ને ટેક્સ ફ્રી કરવી કોઈ રાજ્ય સરકાર માટે શક્ય નથી એ સમજો)

• સરકાર ને પૂછો.. ક્યારે એવો કાયદો આવશે જ્યારે ગુજરાતી ફિલ્મો માટે શુક્રવારે કન્ફર્મ આપેલા શો.. શનિવાર થી કોઈ નોટીસ કે કારણ વગર બંધ નહિ થાય અને ફિલ્મ નિર્માતા એ ભરેલા ડીજીટલ ચાર્જીસ નું પૂરે પૂરું વળતર આપવામાં આવશે.???.

• સરકાર ને પૂછો – અમે જાણીએ છે કે ફિલ્મ લોકો જ ચલાવશે પણ ક્યારે ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ ને ટીકીટ ખરીદ્યા વિના પોતાની ફિલ્મ સિનેમા માં ટકી રહે કે શો મળે એ માટે આખા અઠવાડિયા નો સમય આપવામાં આવશે.???

• સરકાર ને પૂછો - ક્યારે ગુજરાત માંથી કમાણી કરતા ન્યુઝ નેટવર્ક, રેડિયો ચેનલો અને સમાચાર પત્રો ગુજરાતી ફિલ્મ જગત નાં લોકો ની સિદ્ધિઓ અને નવીન પ્રયોગો ને એક સાચા સમાચાર તરીકે કોઈ પણ પ્રકાર ની આર્થિક માંગ વિના પોતાના પ્રકાશનો માં શામેલ કરશે.. 

સરકારે સારી કમિટી જ પસંદ કરી છે ... કેમ... (???) બધા ગુજરાતી ફિલ્મ જગત સાથે જોડાયેલા (એક્ટીવ) લોકો છે ( આ મને નથી ગમતો !!?? આ કેમ છે !!?? આની ફિલ્મ તો રીજેક્ટ થયેલી ??? આ તો મરી પરવાર્યો છે ???... આને કઈ આવડતું નથી !!?? આ બધું છોડો) એટલે... મારા મતે ..આપણે  (ગુજરાતી ફિલ્મ જગત નાં લોકોએ ) કરવાનું માત્ર એટલું છે કે આ કમિટી ને કામ કરવાનો અવસર મળે... ખાલી ફોટો શેશન નાં થાય.. નક્કર પરિમાણો મળે...


નિર્માતાઓ ને પોતાના ખર્ચેલા પૈસા નું સરકાર તરફ થી કૈક વળતર મળે.. તો જ નિર્માતા બીજી ફિલ્મ બનાવશે અને ઓછા માં ઓછા ૨૦૦ લોકો નાં ઘરે ફરી ચુલા સળગશે.... 

બાકી આમ માત્ર એકબીજા નાં પગ ખેચતા રહીશું..???? 

અમુક  વિશેષ વ્યક્તિઓ જે ક્યારેક સરકાર નાં ખોળે આળોટી આપણા ખભે બંધુક મૂકી પોતાના કામ કાઢવી લેતા એમનો હાથો બનીશું.??.. 

તો સરકાર ને માત્ર આટલું જ જોઈએ છે પોતાની જવાબદારી માંથી છટકવાનું અને આપણ ને લોલીપોપ પકડાવી ખાલી પેપેર પર નવા-નવા ફતવા જાહેર કરી વાહ વાહ લુંટવાનું... 

હું આ કમિટી માં નથી.. આમાંના ૯૯% લોકો ને અંગત રીતે ઓળખતો નથી.. કોઈ પણ સરકારી કમિટી કે લાભ લેવા માંગતો નથી.. (છેલ્લા ૨૫ વર્ષ થી રેશનીંગ કાર્ડ પણ વાપર્યું નથી !!) પણ હું મારી માતૃભાષા ને સમર્પિત છુ અને મારા થી બનતા પ્રયત્નો કરી નવીન સર્જન કરતો રહીશ... મને સરકારી સબસીડી ની ગરજ નથી... કે સરકારી કોન્ટ્રાક્ટ કે સરકારી લોકો કે નેતાઓ સાથે નાં ફોટાઓ કે પ્રીતીભોજ કે ચાટી-ચાટી મળતા એવોર્ડ મારા માટે અગત્ય નાં નથી...

જેમને ખોટું લાગે એ લગાડજો અને એ પહેલા મગજ થી વિચારજો... શક્ય હોય તો નાનો ભાઈ સમજી માફ કરજો.. 

આપનો.. આપના કરતા મારા ગુજરાતી સાહિત્ય અને ફિલ્મ જગતનો હિતેચ્છુ.. 

અદનો- નાં-સમજ સર્જક...

કલ્પ ત્રિવેદી (૯૧૭૩૪-૩૨૯૦૦)