*ગોટી ફિલ્મ પ્રોડક્શન  હાઉસ* ના નામ થી  દરેક  લોકો ઓળખે છે,

ગુજરાત ના વડોદરામા સ્થિત ગોટી ફિલ્મ પ્રોડક્શન હાઉસ ના નામ થી ફિલ્મ મેનેજમેન્ટ કંપની જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને અવિરત સેવા આપી રહી છે.

ગોટી ફિલ્મ પ્રોડક્શન મા ફિલ્મ શૂટિંગ  ના દરેક ઇક્યુપમેન્ટ, તેમજ  પોસ્ટ પોસ્ટ પ્રોડક્શન  ના લેટેસ્ટ ટેક્નોલોજી સાથે ઉપલબ્ધ છે.

તેમજ  મૂવી એડિટિંગ લેબ, સોન્ગ રેકોર્ડિંગ અને ડબિંગ સ્ટુડિયો, છે,તેમજ  ગોટી ફિલ્મ ના ઓનર  કિશોર બી ગોટી સારા ફિલ્મ એડિટર  છે, તેમને  ઘણી  ફિલ્મો એડિટિંગ કરી  છે, અને સારા ડિરેક્ટર છે, અને દિગ્દર્શક છે,અને લાઇન પ્રોડ્યુસર પણ છે

લાઇન પ્રોડ્યુસર તરીકે 25 ફિલ્મો કરી  છે.

20 જેટલી ફિલ્મોનું એડિટિગ કરી છે.

5 ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે.

ગોટી ફિલ્મ ના બેનર  હેઠળ  3 હિટ ફિલ્મોનું નિર્માણ પણ કર્યું  છે, કિશોર બી ગોટી ને જુદી જુદી સંસ્થા તરફથી 45 અવૉર્ડ એનાયત થયા છે,

આ બધી વાત થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટી મા બધા વાકેફ છે,

આપણે  આજે  એ વાત કરવી છે મોટા ભાગ ના લોકો જેના થી અજાણ છે.

આજે આપ સૌને કિશોર ભાઈ ગોટી ના સ્વમુખે સાંભળેલી વાત તમારા સમક્ષ શેર કરું છું.

આજ થી 20 વર્ષ પહેલા 2003 મા તેવો ગુજરાતી નાટક  "રામાયણ" "ક્રિષ્ના સુદામા" મા અભિનય  કરતા

અને નાટક મા કામ કરતા કરતા તેઓ ને

ફિલ્મ મા અભિનય કરવાનો રસ લાગ્યો

પણ ફિલ્મ મા અભિનયના સારા કામ ના મળ્યા, ના કોઈ સફળતા  મળી,

છતાં પણ કિશોરભાઈ એ હિમ્મત રાખી

અને ફિલ્મ લાઇન મા જ કામ કરવું  છે, તેવો મન થી નક્કી કર્યું

2005 મા ગુજરાતી સોન્ગ આલ્બમ મા મેનેજમેન્ટ કરવા  માટે પ્રોડક્શન  મેનેજર તરીકે  મેનેજમેન્ટ નું કામ મળ્યું

વિડિઓ CD. અને DVD મા આવતા  આલ્બમ સોન્ગ ખુબ  ચાલ્યા અને સફળતા  મળી .

મોજર બિયર, T- series, Altra, જેવી મુંબઈ ની સારી સારી કંપનીઓ મા ખુબ સારી રીતે રિલીઝ થયા,

પણ આટલા  થી  સંતોષ  ના થયો 

એમને ફિલ્મો કરવા  માટે સતત  પ્રયાસ ચાલુ  રાખ્યા,

તે સમયે બિપિન કેવડિયા નામ ના નિર્માતા ફિલ્મ નિર્માણ માટે તૈયાર થયાં 

અને 2010 પ્રથમ  ફિલ્મ "તારી મારી જોડી છે  રાધે  શ્યામ ની"

આ  લાઇન પ્રોડ્યુસર તરીકે પૂર્ણ કરી

અભિનય  ના શોખ  ધીમે ધીમે  મન માંથી નીકળી  ગયા 

અને ફિલ્મો નિર્માણ કરવા ના અરમાનો જાગ્યા અને 2012 "ગોટી ફિલ્મ પ્રોડક્શન હાઉસ"

ના નામ થી  કંપની રજીસ્ટર કરી

2010 વડોદરા શહેરના તરસાલી ખાતે

પ્રથમ  એડિટિંગ લેબ શરૂ કર્યો

2010 થી 2023 સુધી મા કિશોરભાઈ એ 50 થી  વધારે  ફિલ્મો નું એડિટિગ,3000 થી  વધારે  શોર્ટ ફિલ્મો અને 2500 વિડિઓ આલ્બમ સોન્ગ નું એડિટિગ નું કાર્ય પૂર્ણ કર્યું.


એમના વિશે  ઘણી  વાતો છે

(1) પ્રથમ  કઈ  ફિલ્મ મા અભિનય  કર્યો?

(2) એડિટિંગ માટે પહેલી  ફિલ્મ કઈ?

(3) પ્રોડ્યુસર  તરીકે  પહેલી  ફિલ્મ કઈ?

(4) ડિરેક્ટર મા પહેલી  ફિલ્મ કઈ?

(5) નિર્માતા તરીકે  પહેલી  ફિલ્મ કઈ?

(6) પહેલો  અવૉર્ડ કયો મળ્યો?

જેવી ઘણી  વાતો કિશોર  બી ગોટી વિશે  જાણીશું


બીજા આર્ટિકલ મા 🙏